અહા!! અદભૂત આનઁદ છવાય છે,
જ્યારે મળે છે ચાર હોઠ.
હૈયા નો ઉકળાટ શાઁત થાય છે,
જ્યારે મળે છે ચાર હોઠ.
અઁતરની વાતો આઁખોથી થાય છે,
જ્યારે મળે છે ચાર હોઠ.
લાગણીની આપ-લે થાય છે,
જ્યારે મળે છે ચાર હોઠ.
એક્નો શ્વાસ બીજામા સમાય છે,
જ્યારે મળે છે ચાર હોઠ.
પ્રેમની પરાકાષ્ટા સર્જાય છે,
જ્યારે મળે છે ચાર હોઠ.
હોઠ સાથે હૈયુઁ પણ ભીઁજાય છે,
જ્યારે મળે છે ચાર હોઠ.
"અર્ષ" ચુઁબન એને જ કહેવાય છે,
જ્યારે મળે છે ચાર હોઠ.!!!!!
Subscribe to:
Post Comments (Atom)
સુંદર અભિવ્યક્તિ.
ReplyDeleteઅભિનંદન.
your link is updated at my page
http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/