Wednesday, November 4, 2009

Welcome to Lokkosh - Bhasha Ni Asha

Welcome to Lokkosh - Bhasha Ni Asha

તમારા પોતાના શબ્દો ઉમેરો.
http://lokkosh.gujaratilexicon.com

Tuesday, November 3, 2009

મારા હ્રદયની વાત

મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,
વર્ષો વીત્યે ફરી મળ્યાતો વહી રહ્યો છુ આજ.

કાલે સવાર પડતા ઝાકળ ઉડી જશે,
ખરતા ફૂલો મહી જરા સુગંધ રહી જશે;
ફૂલો ના આંસુઓની કથા કહી રહ્યો છુ આજ.
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,

દરિયો ઉલેચ્યો પાંપણે ને આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મોતી તણા માંડી'તી કેવી ખેપ;
મોતી થવા ની કોરી વ્યથા સહી રહ્યો છુ આજ.
મારા હ્રદયની વાત તને કહી રહ્યો છુ આજ,

Wednesday, September 23, 2009

સૂની હૅવેલી

દિલમા યાદોની ઍક સૂની હૅવેલી છે,
જેમા દરેક ખંડે તારી તસ્વીર મૂકેલી છે.

કંઇક કેટલા વરસો વીતી ગયા મળ્યે,
કિંતુ તમારી યાદોની દુલ્હન નવી નવેલી છે.

ક્યારેક ચૂમી હતી જેને તમે પ્રેમથી,
હજુ સુધી ઍવીને ઍવી ભીની મારી હથેળી છે.

રોયો નથી 'અર્ષ' તમારા ગયા પછી,
કહે છે કે ઉદાસી ઍણે આંખોમાં પાળી છે.

Monday, August 3, 2009

બેડા લઈ ને હુ તો હાલી રે.

સાત હાથ સિચણ ને બાર હાથ કૂવો,
પાણિયારા પડ્યા ખાલી રે; બેડા લઈ ને હુ તો હાલી રે.

આવી આવી ઠરે પાપણ થી ડૂમો,
ક્મખા માં ઢેલ પાડી રે ;બેડા લઈ ને હુ તો હાલી રે.

ફાગણ માં ફૂટડી ની વૈશાખે વ્હેલી;
ભાદરવે ભમરાળી રે; બેડા લઈ ને હુ તો હાલી રે.

ખોળ્યા પાતાળ ઍણે ખોળ્યા અંધારા;
અજવાળે ભરી થાળી રે; બેડા લઈ ને હુ તો હાલી રે.

- વિનોદ જોષી

Tuesday, July 15, 2008

બહાર વરસાદ છે!!!!

કુદરત નો આ એક અલગ અઁદાઝ છે,
મન કોરાઁ ધાકોડ, બહાર વરસાદ છે!

જાનુ છુ, ક્યારેક મૌન પણ એક સઁવાદ છે,
ચાલ અબોલા માણિયે, બહાર વરસાદ છે!!

તડપાવે છે બન્ને, એક તારી જુદાઇ, બીજી તારી યાદ છે,
ક્યાઁ અટવાયો છે "અર્ષ્"? બહાર વરસાદ છે!!

Wednesday, May 16, 2007

પાંદડું કેવી રીતે પીળું થયું

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી'તી નહેરો તારા ચહેરાની સત્ત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું ઃ તું કોણ છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમ્સ્તો ઉપલક જોયો, 'રમેશ',
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

---રમેશ પારેખ

Sunday, November 5, 2006

જિઁદગી

કોણ કહે છે; જિઁદગી શોભાની છે?
જીવી તો જુઓ ! એ બહુ મજાની છે.

છો ને સતાવે તમને એ ક્ષણો,
કરી તો જુઓ યાદ એને, છો ને એ પુરાની છે.

થશે બહુ અચરજ સમજ્યા પછી એને !
કેટલી જાણીતી છે; છતાઁ એ અણજાણી છે.

ન હોવાના દુખ કરતાઁ, છે એનો સઁતોષ કરીએ "અર્ષ",
પછી ભલેને જાણીએ કે આપણી છાબ તો કાણી છે.