Wednesday, June 28, 2006

કારણ નથી હોતું

બધી જ વાતો માની લેવાનું કોઇ કારણ નથી હોતું,
કે બધા પરવાના નું નસીબ જલવાનું નથી હોતું.

ઉતરે છે કેટકેટલાં અરમાનો લઇને પર્વત પરથી,
છતાં બધી નદીઓ ને સાગર માં મળવાનું નથી હોતું.

લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
કે રણ મા નું બધું જ પાણી મરિચિકા નથી હોતું.

ક્યાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
કે જ્યાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું.

"અર્ષ" ના મરણ બાદ એનું કોઇ જ કારણ ન પૂછજો,
કે આશીકો ના મરણ નું કોઇ જ કારણ નથી હોતું.

13 comments:

  1. "લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,"

    Toooooo..Good !! Line

    ReplyDelete
  2. કારણ નું પણ કારણ - ખુબજ સરસ

    ReplyDelete
  3. તમારી વાતો માની લેવાનુ મન થાય છે.કારણકે દરેક વાત નુ કોઇ કારણ નથી હોતુ.માન્યુ કે પર્વત પરથી ઉતરતી દરેક નદી સાગર ને મળવા ઉત્સુક હોય છે પણ એ એક માત્ર કારણ હોય છે એમ ના કહી શકાય. નિરાશાઓ વચ્ચે રહેલી એ આશાઓ જ તો આભસી મિલનો ને વાસ્તવિકતાઓ તરફ લઇ જવાનુ સરળ કામ કરે છે.

    હિમાદ્રી

    ReplyDelete
  4. ઉતરે છે કેટકેટલાં અરમાનો લઇને પર્વત પરથી,
    છતાં બધી નદીઓ ને સાગર માં મળવાનું નથી હોતું.

    લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
    કે રણ મા નું બધું જ પાણી મરિચિકા નથી હોતું.

    Very Nice lines..!!

    મરિચિકા એટલે ? ઝાંઝવાના જળ કહેવાય એ જ ? કે કંઇ બીજું?

    ReplyDelete
  5. Yes you are correct.

    ReplyDelete
  6. પ્રિય મિત્ર,

    આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે ઉમેરવા વિનંતી છે:

    શબ્દો છે શ્વાસ મારાં
    www.vmtailor.com

    વિવેક

    ReplyDelete
  7. ક્યાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
    કે જ્યાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું.

    સુંદર રચના છે મિત્ર !!!

    ReplyDelete
  8. બહુ જ સરસ લખો છો તમે. ASIC નો અર્થ સમજાવશો? મારો કોન્ટેક્ટ -

    sbjani2004@yahoo.com
    મરો બ્લોગ
    sureshbjani.wordpress.com

    ReplyDelete
  9. ASIC means Application Specific Integrated Circuit.

    Basically, I am in VLSI domain. My main job is to verify chips.

    ReplyDelete
  10. khub sundar...

    “અર્ષ” ના મરણ બાદ એનું કોઇ જ કારણ ન પૂછજો,
    કે આશીકો ના મરણ નું કોઇ જ કારણ નથી હોતું.

    very gud..

    ReplyDelete
  11. tamaro blog joine bahuj Harsh thayo.......khubaj sundar lakho chho......keep it up

    ReplyDelete