Friday, June 9, 2006

માનવ બનવા દો મને

હું જે કાંઇ કરું છું એ શાંતિથી કરવા દો મને,
દોડાદોડા ની અ દુનિયામા સુખેથી રહેવા દો મને.

જમાનાથી અલગ ચાલી નવો ચીલો પાડવા ઇચ્છુ છું,
નફરત ની આ દુનિયામા પ્રેમ કરવા દો મને.

બહુ ચાલ્યો આ જમાનાની રુઢિગત પ્રણાલિ મુજબ,
વખત અવ્યો છે, આ પ્રણાલિ બદલવા દો મને.

કહેવાય છે કે - છે મનુષ્ય સામાજિક પ્રાણી,
તો, સમાજ મા રહી ને થોડો સામાજિક બનવા દો મને.

"અર્ષ" છે અઘરું સામાજિક કરતાં માનવ બનવું,
તો, શયતાનોની આ દુનિયામા માનવ બનવા દો મને.

4 comments:

  1. Welcome to the world of Gujarati Blogging. I have added your blog to "ફોર એસ વી - સંમેલન". Join us in "Vaat-Chit" - SV

    forsv.com/guju/
    forsv.com/vaat-chit/

    ReplyDelete
  2. tari kavita vanchi khub sari chhe

    ReplyDelete
  3. Excellent....
    Find something in words,was in my mind.

    ReplyDelete
  4. ક્રાંતિકારી વિચારો નુ ભાથુ ....

    ખરેખર ખુબ જ સુન્દર શબ્દો મા રજુ કર્યા છે તમારા વિચારો .

    ReplyDelete