પ્રેમ એટલે કે
સાવ ખુલ્લી આઁખો થી થતો મળવાનો વાયદો,
સ્વપ્ન માઁ પડાય એવો કાયદો,
પ્રેમ એટલે કે તારા ગાલો ના ખાડા મા ડુબી જતાઁ મારા ચોર્યાસી લાખ વહાણો નો કાફલો.
ક્યારેય નહી માણી હોય એવી કોઇ મૌસમ નો કલરવ યાદ આવે એ પ્રેમ છે,
દાઢી કરતાઁ જો લોહી નીકળે ને ત્યાઁ જ કોઇ પાલવ યાદ આવે એ પ્રેમ છે,
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો ને તોય આખા ઘર થી અલાયદો.
પ્રેમ એટલે કે....
કાજળ આઁજી ને તને જોઉઁ તો તુઁ લાગે એક છોકરી ને તેય શ્યામવર્ણી,
વાદળ આઁજી ને જોતાઁ એવુઁ લાગે કે મને મુકી આકાશ ને તુઁ પરણી.
પ્રેમ મા તો ઝાકળ આઁજી ને તને જોવાની હોય અને ફૂલો માઁ ભરવા નો હોય છે મુશાયરો.
પ્રેમ એટલે કે...
- ડો મુકુલ ચોક્સી
Tuesday, June 13, 2006
Subscribe to:
Post Comments (Atom)
પ્રેમ મા તો ઝાકળ આઁજી ને તને જોવાની હોય અને ફૂલો માઁ ભરવા નો હોય છે મુશાયરો......
ReplyDeleteખૂબજ સરસ રચના છે. One of my most favourites..
When I heard it for the first time in Soli Kapadia's voice, I couldnt resist myself to convey my 'Thank You' to Solibhai.
Even today whenever I listen it, it automatically brings smile on face.
You can listen this one, and other 7 excellent songs from Soli Kapadia's Album - 'Prem Etale Ke..' here online :
http://www.rajkot.com/solikapadia/
પ્રિય મિત્ર,
ReplyDeleteઆ ગીત તુષાર શુકલનું નથી.... આ ગીત સુરતના મનોચિકિત્સક ડૉ.મુકુલ ચોક્સીનું છે, જેને સોલી કાપડિયાએ કંઠ આપ્યો છે.
ડૉ.સિદ્ધાર્થના બ્લોગ પર આ કાવ્ય અગાઉ રજૂ થઈ ચૂક્યું છે: http://drsiddharth.blogspot.com/2006/05/blog-post.html
અને લયસ્તરો પર પણ એની નોંધ લેવામાં આવી ચૂકી છે:
http://dhavalshah.com/layastaro/2006/06/blog-post_115049539312364193.html
-વિવેક
આભાર મિત્ર વિવેક,
ReplyDeleteતમે સાચા છો.
પ્રેમ કોઇ વ્યાખ્યા માં બંધાય ખરો !!!
ReplyDeleteમજા આવી વાંચી ને , અને સાંભળવાની તો મજા જ ઓર છે !!!
આભાર
અમિત
http://amitpisavadiya.wordpress.com
prem ni koi j vyakhya nathi....darek dilo ni prem ni paribhasha alag j hoy chhe...
ReplyDelete“પ્રેમની લાંબી-લચક વ્યાખ્યા ન કર,
ReplyDelete‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી?”
- કિરણ ચૌહાણ