Thursday, June 8, 2006

શરુઆત નો તુ જ અન્ત થા

આન્ખ બન્ધ કરુ, તુ સ્વપ્ન થા,
અન્ખ ઉઘાડુ, તુ સાકાર થા.
હમેશા તને પાસ રાખવા ઇચ્છુ છુ,
નયનો ઉઘાડા છે, તુ કીકી થા.

સજળ નયનો છે, તુ અશ્રુ થા,
અશ્રુ સરે છે, તુ મોતી થા.
ખજાનો આ જતન કરવા જેવો છે,
મારા દિલ ની પેટી મા તુ બન્ધ થા.

અધબીડાયેલા હોઠ છે, તુ ચુન્બન થા,
હુ આદમ થાઉ, તુ ઇવ થા.
પ્રેમ ની પરિકલ્પના સાકાર કરવા,
હુ સર્જક થાઉ, તુ સર્જન થા.

જિન્દગી એક સફર છે, તુ મન્જિલ થા,
હુ રાહિ થાઉ, તુ હમસફર થા.
મારા સ્વપ્નો ને સાકાર કરવા,
મારા હોસલાઓ ની તુ બુલન્દી થા.

અન્ત નક્કી છે આ જીવનનો, તુ સજ્જ થા,
જીવન રુપી ફકરા નુ તુ પૂર્ણવિરામ થા.
મ્રુત્યુ બાદ નુ જીવન જીવી શકુ માટે -
"અર્ષ" ની શરુઆત નો તુ જ અન્ત થા.

3 comments:

  1. શરૂઆતનાં શીર્ષકથી માંડીને અંત સુધીની કવિતા.........
    યાદ નથી કેટલી વાર વાંચી, પણ જેટલી વાર વાંચુ છું
    એટલીએ વધારે ને વધારે ગમતી જાય છે.

    નથી સમજાતું કે કોઇ લાગણીયો ને આટલી સહજતાથી કેવી રીતે લખતું હશે ?

    Really all r tooooo Good

    ReplyDelete
  2. Beautiful, you haven't lost your touch!!!

    ReplyDelete
  3. goood , nishith bhai.,........mana ne sparshi gai aa kavita.............kip it up.........i am babu desai from ahmedabad my deatail see in my blog

    ReplyDelete